Monday, April 23, 2012

એ કાપ્યો છે...!


ઉંચે ઉડે રે મારો પતંગ,
ભીતર સમાય ના અનેરો ઉમંગ.

પાક્કી છે દોર ને મક્કમ છે મન,
તેજ હવા છે, જામ્યો છે રંગ.

જોશ માં ડોલે છે સ્ફૂર્તિલું અંગ,
ગાજે ગગન   સુરો ને સંગ.

મસ્તી છે ક્યાંક ને ક્યાંક તરંગ
સુરજ ના ખોળે આજ  માંડ્યો છે જંગ.

No comments:

Post a Comment