Saturday, April 7, 2012

અમદાવાદ દર્શન


ગૌરવની જાગીર સમી સીદી સૈયદની જાળી
લાગણીઓને ભીંજવતી કાંકરિયાની પાળી

કસ્બે ખુંચે લહેરાતી સાબરમતીને માણી
સત્યના પ્રયોગોની તાકાત અહીં પીછાણી

માણેકચોકના પ્રાંગણમાં કરી લીજ્જતની લ્હાણી
લાલ અને દિલ્લી દરવાજાની લહેજત પણ તાણી

અમદાવાદના દર્શન કરતા વાત એટલી જાણી
ગુજરાતની ખુશ્બુ અહીં ચપ્પે ચપ્પે છલકાણી

No comments:

Post a Comment