Thursday, December 8, 2011

સંઘર્ષ

જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો ;
વહેતી જતી જીવન ની ધાર પર હસતો રહ્યો.

આજ-કાલ ભીડ માં પણ મળે છે ક્યાં માણસ?
જે મળી ગયા તે આકાર પર હસતો રહ્યો.

શ્વાસ માં ભરી શકાયું સમગ્ર જીવન  ઘણું છે;
હું હર વાત પર મરતા સંસાર પર હસતો રહ્યો.

સતત જિંદગી થી લડાઈ મેં કરી છે;
પછી વેદના કે સ્મિત ઉપહાર પર હસતો રહ્યો.

મરી ગયા પછી પણ હજી રાખ માં જીવવાનું છે ;
મશાણ માંજ ઠરી જતા અંગાર પર હસતો રહ્યો.

No comments:

Post a Comment