Friday, May 4, 2012

ભ્રમ

મલકે સહુ, મલકાટ અલગ છે
કરે સહુ કકળાટ અલગ છે

ડુબે છે સઘળાની કશ્તી 
લાગે સહુને કાટ અલગ છે

લાગે સહુની કોશિશ સરખી
ટીંકે તેની આંટ અલગ છે

છો ને લાવો રાજા-રાણી
તીન અક્કીની બાંટ અલગ છે

ભૂલ સહુની એકજ થાતી 
પણ લાગે બફાટ અલગ છે 

સહુ બને છે ભગવાધારી 
શિરોમણીની હાટ અલગ છે

ભાગવાનું બે-ત્રણ ડગલી
પડી જો તોયે ફાંટ અલગ છે

કરશે સહુને સહુથી નોખા 
બસ એનો વીણાંટ અલગ છે

પોઢી જઈશું એક પથારી
મળતી તોયે ખાટ અલગ છે



1 comment:

  1. વાહ, બહુ જ મસ્ત!!!

    ReplyDelete